સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

શીવ શંકર

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ
મુખ્ય દેવોમાંના એક
માનવામાં આવે છે. અન્ય
દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે
નહી પૂજતા તેમનું પૂજન લિંગ
સ્વરૂપે કરવામાં આવે છે. શિવ
પરિવારમાં ભગવાન શંકર,
માતા પાર્વતી અને
તેમના પુત્રો ગણેશ અને
કાર્તિકેયનો સમાવેશ થાય છે.
શિવજીની એક પુત્રી ઓખાનો
પણ પુરાણોમાં ઉલ્લેખ
જોવા મળે છે, પરંતુ સામાન્ય
રીતે શિવ
પરિવારમાં તેમની ગણતરી કરવા
માં આવતી નથી. આ ઉપરાંત
શિવ મંદિરોમાં હનુમાન ,
કાચબો અને પોઠીયો પણ શિવ
પરિવારની સાથે જોવા મળે છે.
દક્ષિણ ભારતમાં કાર્તિકેયને
મુરુગન સ્વામી તરીકે
ઓળખવામાં આવે છે.
ગુજરાતમાં હનુમાન અને
ગણેશનાં અલાયદા મંદિરો પણ
જોવા મળે છે પરંતુ કાર્તિકેયનું
અલાયદુ મંદિર જોવા મળતું
નથી કે નથી તો તે શિવાલય
(શિવ મંદિર)માં જોવા મળતાં,
તેનુ કારણ એ છે કે
ગુજરાતમાં કાર્તિકેયની દેવ
તરીકે પૂજા થતી નથી.
ભગવાન દત્તાત્રેયને
કાર્તિકેયનો અવતાર
માનવામાં આવતો હોવાથી,
તેમના અનુયાયીઓ
કાર્તિકેયની પૂજા કરતા હોય
છે.
શિવાલયની રચના
ભગવાન શિવનાં મંદિરને
શિવાલય અથવા શિવમંદિર
કહેવામા આવે છે. બીજી એક એ
પણ ખાસિયત છે કે અન્ય દેવી
દેવતાઓનું સ્થાપન
મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે
પરંતુ અજન્મા એવા ભગવાન
શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય
છે. ભગવાન શિવ તો એવા દેવ છે
કે જેમણે
હંમેશા માણસોની વસ્તીથી અલ
ગ અને એકાંત જગ્યા વધારે પસંદ
કરી છે. તેવીજ રીતે
તેમના શિવાલયો પણ જંગલ
અથવા તો ગામથી થોડા દુર
જોવા મળે છે.
મહાદેવનાં શણગાર
તથા પૂજનવિધીમાં પણ
જંગલની કુદરતી વસ્તુઓનો જ
ઉપયોગ જોવા મળે છે.
જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપ
ત્ર , રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર
ઉપર ભસ્મનું લેપન,
વાહનમાં પોઠીયો,
વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ
સર્પોની માળા અને
પોશાકમાં હાથી કે વાઘનું
ચામડું હોય છે.
પૂજનવિધીમાં પાણીનો લોટો
અને થોડા બીલીપત્રનાં પાન.
શિવને આમ તો મંદિરની પણ જરૂર
નથી, પથ્થરનાં ઓટલે,
ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ
આ ભોળિયોનાથ
બીરાજી જાય છે.
સ્વયંભૂ ગણાતા બ્રહ્મા , વિષ્ણુ
અને મહેશમાં શંકરને સદાશિવ
કહેવાય છે. શિવનું મંદિર
શાસ્ત્રોકત દ્રષ્ટિએ
જીવનમાં માનવદેહ અને મનનું
પ્રતીક અને ભાવના બની રહે છે.
સર્વનું કલ્યાણ
કરનારા શિવનાં શિવાલયમાં
વાસ્તુશાસ્ત્ર -
શિલ્પકલાવિધાનમાં તેમજ
માનવજીવન માટે આશિષ
ગણાતી અષ્ટાંગયોગ
કલ્પના સાકાર થાય છે.
ગુજરાતનાં
પ્રદેશોમાં થતા શિવાલયની રચ
ના મુદા નીચે મુજવ જોઈએ.
શિવાલયની રચના બે
ભાગમાં હોય છે
જેમાં આગળનો ભાગ મંદિર
અને અંદરનો ભાગ ગર્ભગૃહ
(ગર્ભાગાર-ગભારો) કહેવાય
છે. જેમાં મનુષ્યના
જન્મથી અંત સુધીના સંસ્કાર
તેમાં પ્રગટ થાય છે.
શિવાલયમાં આગળનાં ભાગમ
ાં કાલ ભૈરવનું સ્થાપન
કરવામાં આવે છે. જે યમનું
પ્રતીક માનવામાં આવે છે. દેહ
સાથે
જોડાયેલી મૂત્યુની વાત
જન્મતા જ
જાણી લેવી જોઈએ. 'જે જોયું
તે જાય' એ ચરિતાર્થ
કરવા માટે શરૂઆતમાં જ કાલ
ભૈરવની મૂર્તિ હોય છે. તે
મૂત્યુનાં પ્રતીક રૂપે છે.
શિવાલયમાં પ્રથમ ભાગ
એવા મંદિરમાં પ્રવેશતા પોઠ
ીયાનું સ્થાપન થાય છે. જે
પરિશ્રમ અને
ભારવહનનાં પ્રતીક તરીકે
ઓળખાય છે. તેના સ્થાપન
દ્વારા એવુ સમજાવાય છે કે
જીવનમાં પોતાના ફાળે
આવેલ કોઈ પણ કામ લાલચ કે
લાલસા વગર કરવુ જોઈએ.
શિવાલયમાં પોઠીયા પછી
કાચબાનું સ્થાપન
કરવામાં આવે છે.
કાચબો પોતાની બધી જ
બહારની ઈન્દ્રિયોને
સંકોરી,
પોતાની જાતમાં સમાવી શ
કે છે. મનુષ્ય માટે પણ
બહારની ઈન્દ્રિયો ( આંખ ,
કાન , જીભ , હાથ અને પગ )
ઉપર કાબુ અને સંયમ આવશ્યક
છે. પોતાની જાત
સંકોરી ચાલવાની વાત
સમાજમાં પ્રચલિત છે. જે
કાચબાનાં સ્થાપન
દ્વારા પ્રમાણિત થાય છે.
શિવાલયમાં કાચબાની ડા
બીબાજુએ ઉતરદિશા બાજુ
મુખે ગણેશનું સ્થાપન
કરવામાં આવે છે. ગણેશ
વિધ્નોનાં હરનાર કહેવાય છે.
ગણ-
પતિમાં બીજાની નાનામાં
નાની વાત સાંભળીને
પેટમાં રાખવાની ટેવ,
પરિસ્થિતિનો ક્યાસ
કાઢતા અને ઝીણી નજરે
નીરખવાની ટેવ છે, જે દરેક
મનુષ્યમાં હોવી જોઈએ. એ
રીતે ગણેશનાં કાન મોટા,
આંખ નાની, પેટ મોટું
રખાયા છે. તે ઉપરાંત ગણેશ
પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય
છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન
જીવવાની આવડતમાં આવશ્ય
ક વસ્તુ છે.
શિવાલયમાં ગણેશની
બરોબર સામેની બાજુ એટલેકે
દક્ષિણદિશા બાજુ મુખે
હનુમાનજી નું સ્થાપન
કરવામાં આવે છે. હનુમાન
બ્રહ્મચર્ય-શકિત અને
સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે
મનુષ્યને જીવન
જીવવામાં એક આદર્શરૂપ
નિવડે છે.
શિવાલયનાં બીજાભાગમાં
ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં
શિલ્પોનું સ્થાપન
કરવામાં આવે છે.
ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબ
ાજુ વાઘના
શિલ્પો કંડારેલા હોય છે.
વાઘ ચોકસાઈ અને
ધારણાવાળું પ્રાણી છે જેનું
નિશાન ઘણું ચોક્કસ હોય છે જે
ભાગ્યેજ ખાલી જાય છે.
મનુષ્યએ પણ
પોતાના જીવનનાં ચોક્કસ
ધ્યેયો ચોકસાઈથી પાર
પાડવા જોઈએ.
શિવાલયનાં ગર્ભાગારની બ
રોબર વચ્ચે ભગવાન શિવનું
લિંગની સ્થાપના કરવામા
આવે છે. શિવનાં
લિંગના સ્થાપનની એક ખાસ
વિશેષતા છેકે ભગવાન શિવ
અજન્મા છે
તેથી તેના સ્થાપન સમયે તે
લિંગનો પ્રવેશ
દરવાજેથી થતો નથી પરંતુ તે
મંદિરનાં ગર્ભાગારની ટોચે
થી કરવામાં આવે છે.
શિવલિંગ હદય અને આત્માનું
પ્રતીક છે.
શિવાલયમાં શિવલિંગની ફર
તે થાળુ અને ઉપર
જળાધારી તથા સર્પનું
સ્થાપન કરવામાં આવે છે.
તેમાં થાળુ શિવલિંગની ફરતે
ગોળાકાર લિંગનાં માપ
જેટલુ વધારે હોય છે. શિવલિંગ
ઉપર જે પાત્ર
લટકાવવામાં આવે છે તેને
જળાધારી કહે છે. જેમાં
પાણી ભરીને લિંગ ઉપર સતત
અભિષેક થાય છે. આ ઉપરાંત
ભકતો દ્વારા કરવામાં આવત
ા પાણી અને દુધનાં
અભિષેકનાં પ્રવાહીને
વહેવા માટેની જગ્યા કરવામ
ા આવે છે. જેને ઉતર
દિશામાં ગર્ભાગારની બહા
ર કાઢવામાં આવે છે.
જ્યાં નાની કુંડી કરીને
તેમાં સમાવી દેવામાં આવે છે.
આમ થાળુ અને
જળાધારી કુંડલીની શક્તિ (
દેહમાં રહેલી આંતરચેતના)
દર્શાવે છે. જ્યારે શિવલિંગ
ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર
હોય છે. જે જાગૂતિ અને
ચંચળતાને પ્રગટ કરે છે.
શિવાલયમાં શિવલિંગની બર
ોબર પાછળ પાર્વતીની
મૂર્તિનું સ્થાપન
કરવામાં આવે છે. જે ભક્તિ અને
નમ્રતાનાં પ્રતીક રૂપે છે.
પાર્વતી શ્રધ્ધા અને
ભક્તિના ગુણો પ્રગટ કરે છે.
મનના આંતરિક ગુણોમાં
ભક્તિ , શ્રધ્ધા, નમ્રતા અને
તપ જરૂરી ગણાય છે.
આમ શિવાલયની રચના
મનુષ્યનાં જીવનમાં મૃત્યુ,
પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા,
શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ,
તપ અને
મુક્તિની આવશ્યક્તા સમજાવવા
માં આવી છે. શિવાલય
મનુષ્યના દેહ મનની આવશ્યક
ગુણવત્તાનું પ્રતીક બની રહે છે.
ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય
વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે.
શિવનાં અન્ય નામો
શંકર
મહાદેવ
શંભુ
હર
આશુતોષ
ચંદ્રમૌલી
પિનાકપાણિ
રુદ્ર
ભોલાનાથ

વિષ્ણુ

વિષ્ણુ એ હિંદુ ધર્મ પ્રમાણે
ભગવાન છે. મહાભારતમાં વિષ્ણુ
ભગવાનનાં સહસ્ત્ર
નામનો ઉલ્લેખ આવે છે. જગત
ના પાલનકરતાતા વિષ્ણુને
ત્રણ મુખ્ય દેવોમાંના એક
માનવામાં આવે છે. ક્ષીર
સાગરમાં શેષનાગ પર શયન
કરેલા વિષ્ણુનાં લક્ષ્મી માતા
પગ ચાંપે છે અને
તેમંના નાભિકમળમાંથી
બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. માટે
વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે
બતાવ્યું છે. તેમંના ભકતો વૈષ્ણવ
કહેવાય છે. તેમંનું વાહન ગરુડ છે.
શ્યામવર્ણા સુશોભિત જુવાન
માફક દેખાય છે. તેમંને ચાર હાથ
હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે.
એક હાથમાં પાંચજન્ય શંખ છે,
બીજામાં સુદર્શન ચક્ર ,
ત્રીજામાં કૌમોદકી ગદા અને
ચોથામાં પહ્મ હોય છે.
તેમંની છાતી ઉપર કૌસ્તુભ છે.

બ્રહ્મા

બ્રહ્મા
જગત ના રચેયતા બ્રહ્માજી ને
ત્રણ મુખ્ય દેવોમાંના એક
માનવામાં આવે છે.
બ્રહ્મા જગતનાં આદિ દેવ
ગણવામાં આવે છે, અને તેમણે
સૃષ્ટિનું સર્જન કર્યું
હોવાથી તેમનું એક નામ
પ્રજાપતી પણ છે.
જન્મ
બ્રહ્માનું ચતુર્મુખ સ્વરૂપ
દર્શાવતી ઉભી મૂર્તિ, કર્ણાટક
પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે
બ્રહ્માનો જન્મ શેષશાયી
વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન
થયેલા કમળમાંથી થઇ છે. તેઓ
વેદોનાં પિતા છે અને જન્મથી જ
મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું
સર્જન કર્યું અને જગતને વેદોનું
જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે
પોતાની આજુબાજુ શું છે તે
જોવા ચારે દિશામાં માથુ
ફેરવ્યું તેથી તેમના ચારે
દિશામાં ચાર મુખ છે,
જેથી બ્રહ્માને ચતુર્મુખ
બ્રહ્મા પણ કહેવામાં આવે છે.
ઘણી વખત એક હરોળમાં ચાર
મસ્તક વાળી છબીઓ જોવા મળે
છે, જે ખરૂં નથી.
પરિવાર
માતા સરસ્વતિ કે જે
વિદ્યાની દેવી છે, તે
બ્રહ્માની પત્નિ છે. બ્રહ્માએ
પૃથ્વી ઉપર નદી, તળાવો,
વૃક્ષો, પર્વતો, પશુ અને
પક્ષી વિગેરે બનાવ્યા પછી,
મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે,
માનસ પુત્રની રચના કરી, જેનું
નામ મનુ પડ્યું (મનથી જન્મેલો).
બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન
કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ
પુરાણો અનુસાર, આપણે સહુ, આ
મનુનાં સંતાનો છીએ, માટે
મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિ નિચે
મુજબ વર્ણવી શકાય,
મનુ:+ય/જ (મનુ
જાયા-મનુ
દ્વારા જન્મેલા) =
મનુષ્ય
માન્યતા
હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે,
બ્રહ્મા સૃષ્ટિનાં સર્જક, વિષ્ણુ
પાલક અને શિવ સંહારક છે.
પૂજન
ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્
અંશે થતી નથી, બહુજ અલ્પ સંખ્યક
સમાજ બ્રહ્માનું પૂજન કરે છે, અને
આ કારણે જ
ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગ
ળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે
પૈકિનું એક ગુજરાતમાં
ખેડબ્રહ્મામાં અને બીજું
રાજસ્થાનનાં પુષ્કરમાં છે. આ
ઉપરાંત ગોવામાં અને હિમાચલ
પ્રદેશમાં આવેલા અન્ય બે
મંદિરો સિવાય બીજા કોઇ
મંદિરો જાણીતા નથી જ્યાં ફક્ત
બ્રહ્માની પૂજા થતી હોય.

રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

Hindu હિન્દુ

હિંદુ ધર્મ 

હિંદુ ધર્મ ભારતીય ઉપ-
મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો
ધર્મ છે. આ ધર્મને
તેના અનુયાયીઓ દ્વારા
સનાતન ધર્મ તરીકે પણ
ઓળખાવામાં આવે છે.
હિંદુ ધર્મ અર્વાચીન
યુગમાં પળાતો સૌથી પ્રાચ
ીન ધર્મ છે અને તેના મૂળ
વૈદિક સંસ્કૃતિમાં
રહેલા છે. વિવિધ
માન્યતાઓ તેમજ
પરંપરાઓના આ સમુહને
સ્થાપનારી કોઈ એક
વ્યક્તિ નથી. ૯૨ કરોડ
અનુયાયી સાથે હિંદુ ધર્મ,
ખ્રિસ્તી અને ઈસ્લામ
પછી દુનિયાને
3જો સૌથી મોટો ધર્મ છે.
એના મોટાભાગનાં અનુયાય
ી ભારત તેમજ નેપાળમાં
વસે છે અને તે સિવાય
બાંગ્લાદેશ , ઈંડોનેશિયા ,
પાકીસ્તાન, મલેશિયા,
શ્રીલંકા, સંયુક્ત રાજ્ય
અમેરિકા, સંયુક્ત આરબ
અમિરાત, યુનાઈટેડ કિંગડમ,
મોરેશિયસ, દક્ષિણ
આફ્રીકા, ગુયાના ,
ટ્રિનિદાદ અને ટોબેગો
તથા સુરીનામમાં પણ
સારી એવી સંખ્યામાં હિંદુ
ઓ વસે છે.
હિંદુ
ધર્મમાં ઘણાં ગ્રંથો છે.
શ્રુતિ અને સ્મૃતિમાં
વિભાજિત આ ગ્રંથો કે
જેમનું સંકલન
હજારો વર્ષનાં સમયગાળા દર
મ્યાન થયું છે તે ઈશ્વર
અને આસ્થા, તત્વજ્ઞાન,
પુરાણવિદ્યા જેવા અનેક
વિષયોનું સવિસ્તાર વર્ણન
કરે છે
તથા રોજબરોજનાં જીવનને
ધર્મસંગત રાખવા માટે
આધ્યાત્મિક જ્ઞાન અને
માર્ગદર્શન પુરૂં પાડે છે.
પરંપરાગત દ્રષ્ટીએ આ
ગ્રંથોમાંથી વેદ તેમજ
ઉપનિષદને સૌથી વધુ
મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ
આધીકારીક માનવામાં આવે
છે. અન્ય
મહત્વના ગ્રંથોમાં તંત્ર,
વિભાગીય અગમો, પુરાણ
અને મહાકાવ્યો જેમકે
રામાયણ અને મહાભારતનો
સમાવેશ થાય છે. ભગવત્
ગીતા કે જે
મહાભારતનો અંશ છે તેને
ઘણીવાર બધા વેદોનો સાર
માનવામાં આવે છે.
વ્યુત્પત્તિ
હિંદુ શબ્દ સિંધૂ
નદી પરથી આવ્યો છે. સિંધૂ
નદીની પશ્ચિમના લોકો જેવ
ા કે પારસી , મુસ્લીમ, આરબ,
વગેરે સિંધૂને હિંદુ તરીકે
ઓળખતા.
સિંધૂની પૂર્વના દેશને
હિંદુસ્તાન,
ત્યાં રહેતા લોકોને હિંદુ
અને આથી આ
લોકોના ધર્મને હિંદુ ધર્મ
તરીકે ઓળખવામાં આવ્યો.
ઇતિહાસ
હિંદુ
ધર્મનાં સૌથી પહેલાં અવશે
ષો નૂતન પાષાણ યુગ
તથા પૂર્વકાલીન
હડપ્પા યુગમાંથી (ઈ.પૂ.
૫૫૦૦-૨૬૦૦) મળી આવે છે.
શિષ્ટ યુગ
પુર્વેના રીવાજો અને
માન્યતાઓને ઐતિહાસીક
વૈદિક ધર્મ તરીકે
ઓળખવામાં આવે છે જ્યારે
આધુનિક હિંદુ
ધર્મનો વિકાસ
વેદોમાંથી થયો, કે
જેમાના સૌથી જુના વેદ -
ૠગ્વેદની રચના ઈ. પૂ. ૧૭૦૦ –
૧૧૦૦ વચ્ચે થઈ હોવાનું
મનાય છે. ત્યાર બાદ ઈ.પૂ.
૫૦૦-૧૦૦માં રામાયણ અને
મહાભારત
મહાકાવ્યોના આરંભિક
વૃતાન્તની રચના થઈ
જેમાં પ્રાચીન
ભારતના રાજાઓ અને
લડાઈઓની પૌરણીક કથાઓ
સાથે ધાર્મિક
તથા તત્વજ્ઞાનિક
ઉપદેશો વણી લેવામાં આવ્ય
ા હતા. ત્યાર
બાદના પુરાણોમાં દેવી દેવ
તાઓની કથાઓ તેમજ
તેમની મનુષ્યો સાથેની આં
તરક્રીયા અને
દૈત્યો સાથેના યુધ્ધો આલ
ેખાયા છે.
ભારતના બહોળા સમુહ
વિસ્તારમાં હિંદુ
ધર્મની પદસ્થાપનાને
ઘનિષ્ટ
કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ
અને જૈન ચળવળોએ મુખ્ય
ભૂમિકા ભજવી હતી. ઉપનિષદ,
મહાવીર સ્વામી અને ગૌતમ
બુદ્ધએ સંદેશો આપ્યો કે
મોક્ષ અને નિર્વાણ માટે
વ્યક્તિએ વેદ કે વર્ણ
વ્યવસ્થાનું આધીપત્ય
સ્વીકારવું જરૂરી નથી.
બૌદ્ધ ધર્મએ હિંદુ
ધર્મની ધણીબધી માન્યતાઓ
નો અંગીકાર કર્યો. ઈ.પૂ.
3જી સદીમાં સમ્રાટ
અશોકનાં મૌર્ય
સામ્રાજ્ય હેઠળ, કે જે
મોટા ભાગનાં ભારતીય ઉપ-
મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત
થઈ ચુક્યું હતું, ત્યારે
બૌદ્ધ ધર્મ
તેની ચરમસિમા પર હતો.
ઈ.પૂ. ૨૦૦ સુધી ભારતીય
તત્વજ્ઞાન દર્શનની
ધણીબધી શાખાઓ
પ્રસ્થાપીત થઈ
ચુકી હતી જેમાં સાંખ્ય,
યોગ, ન્યાય, વિશેશીકા,
પુર્વમિમાંસા તથા વેદાંત
નો સમાવેશ થાય છે. ઈ.પૂ.
૪૦૦થી ૧૦૦ની વચ્ચે બૌદ્ધ
ધર્મનાં ઓટનાં દિવસો આવ્
યા, હિંદુ ધર્મ
પાછો પ્રચલીત થયો.
આરબ વ્યાપારીઓના સિંધ
વિજય બાદ ૭મી સદીમાં
ઈસ્લામ ધર્મ
ભારતમાં પ્રવેશ્યો હોવા છ
તાં ભારતીય ઉપ-
મહાદ્વીપમાં તેના અનુયાય
ીઓની સંખ્યા પછીથી
થયેલાં મુસ્લીમ
આક્રમણો તથા મુસલમાન
શહેનશાહોના રાજ દરમ્યાન
વધી અને ઈસ્લામે
ભારતમાં એક મુખ્ય ધર્મનું
સ્વરૂપ લીધું. આ સમય
દરમ્યાન ઘણા મુસ્લીમ
રાજાઓએ જેમકે ઔરંગઝેબએ ,
હિંદુઓનાં મંદીરો નષ્ટ
કર્યા તથા બિનઈસ્લામિક
પ્રજાનું દમન કર્યુ. જોકે
અકબર જેવા ખૂબ જૂજ
ઈસ્લામિક રાજાઓ હતા કે
જે બિનઈસ્લામિક
ધર્મો પ્રત્યે સહનશીલ
હતા. આ સમય દરમ્યાન
મોટી સંખ્યામાં બૌદ્ધ
અને હિંદુ
ધર્મનાં અનુયાયીઓએ
ઈસ્લામ ધર્મનો અંગીકાર
કર્યો. રામાનુજ,
મધ્વાચાર્ય તથા ચૈતન્ય
મહાપ્રભુ
જેવા આચાર્યોની મહેનતથી
હિંદુ ધર્મમાં ધરખમ
ફેરફારો થયાં અને
ભક્તિ યોગનાં અનુયાયીઓ,
અમુક સદીઓ પહેલાં આદી
શંકરાચાર્ય એ
વર્ણવેલા ‘બ્રહ્મ’ની તાત્વ
િક
વિભાવનાથી વિખુટા પડીને
રામ અને કૃષ્ણ
જેવા તાદ્રશ્ય
અવતારોની ભાવાત્મક
તથા લાગણીમય
ભક્તિમાં રત થયા.
૧૯મી સદીમાં મેક્સ મુલર
તથા જોન વુડરોફ
જેવા પાશ્ચાત્ય
વિદ્વાનોએ ભારતીય
શાસ્ત્રને યુરોપીય
દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔ
પચારિક શાખા તરીકે
સ્થાપિત કરી. તેઓ વૈદીક,
પુરાણીક તેમજ તાંત્રિક
સાહિત્ય અને તત્વજ્ઞાનને
યુરોપ તથા સંયુક્ત રાજ્ય
અમેરિકા સુધી લઈ ગયા. તે
સમયગાળા દરમ્યાન
બ્રહ્મો સમાજ અને
થિયોસોફીકલ સોસાયટી
જેવી સંસ્થાઓએ
એબ્રાહમીક તથા ધાર્મીક
તત્વજ્ઞાનને સાથે
લાવી સુસંગત અને સંકલિત
કરવાના પ્રયત્નો કરી સામા
જીક સુધાર
લાવવાના પ્રયત્નો કર્યા હ
તા. આ સમયે આંતરીક
પરંપરાઓથી ઉદ્ભવેલી નવોઉ
ત્પાદક ચળવળો પણ જોઈ કે
જે વિશિષ્ટ વ્યક્તિઓ,
જેમકે શ્રી રામકૃષ્ણ અને
રમણ મહર્ષિએ આપેલા બોધ
કે શીખ ઉપર આધારીત હતી.
આગળ પડતા હિંદુ
તત્ત્વજ્ઞાનીઓ, જેવાકે
સ્વામી પ્રભુપાદ અને
શ્રી ઓરબીંદોએ હિંદુ
ધર્મના આધારભૂત
સિધ્ધાંતોની પુનર્રચના કર
ી તેને નવું રૂપ
આપી નવા શ્રોતાઓ સમક્ષ
રજુ કરી ભારત તેમજ
વિદેશમાં ધ્યાન આકર્ષિત
કરી નવા અનુયાયીઓ
બનાવ્યા. બીજા યોગીઓ
જેમકે સ્વામી વિવેકાનંદ ,
પરંહંસ યોગાનંદ, બી.કે.એસ
ઐયંગર અને સ્વામી રામએ
પણ પશ્ચિમી દેશોમાં યોગ
અને વેદાંતનું સ્થાન ઉચ્ચ
સ્તરે પહોંચાડવામાં ખાસ
યોગદાન આપ્યું છે તે સત્ય
છે.